News Agency of India

જયપુરમાં ઘૂસી આવ્યું લાખો તીડનું ટોળું, રહેણાક વિસ્તારમાં મચાવ્યો આતંક

1 min read

Share with:


જયપુરમાં ઘૂસી આવ્યું લાખો તીડનું ટોળું

જયપુર: પાકિસ્તાનથી આવેલું તીડનું ટોળું સોમવારના રોજ સવારના સમયે રાજસ્થાનના જયપુર શહેરના રહેણાક વિસ્તારમાં ઘૂસી આવ્યું હતું. અચાનક આકાશમાં લાખો તીડનું ટોળું જોઈને જયપુર શહેરના રહીશો ચોંકી ગયા હતા. સોમવારે સવારે જ્યારે શહેરના લોકોએ આકાશમાં નજર કરી તો ચારેય બાજુ તીડ જ તીડ જોવા મળી રહ્યું છે. લાખો તીડના કારણે જાણે આખું આકાશ ઢંકાઈ ગયું હતું.

રહેણાક વિસ્તારમાં મચાવ્યો આતંક

જયપુર શહેરના લોકોએ જણાવ્યું કે અમે અત્યાર સુધી માત્ર તીડના ટોળાના હુમલા વિશે સાંભળ્યું હતું. પણ અમે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં તીડ જોયા છે. કેટલાંક લોકોના ઘરના ધાબા પર તો કેટલાંક લોકોના ઘરની અંદર તીડ ઘૂસી આવ્યા હતા. લોકોએ આ તીડને ભગાડવા માટે થાળીઓ વગાડી હતી તો કેટલાંક લોકોએ ફટાકડા ફોડ્યા હતા. જે લોકોના ઘરના દરવાજા અને બારીઓ ખુલ્લી હતી તેઓના ઘરમાં આ તીડ ઘૂસી આવ્યા હતા. પણ, બપોર સુધીમાં કેટલાંક વિસ્તારોમાં આ તીડની સંખ્યા ઓછી થઈ ગઈ હતી. આ તીડને ભગાડવા માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

જયપુરમાં ઘૂસી આવ્યું લાખો તીડનું ટોળું

સોશિયલ મીડિયા પર લોકોએ આ તીડના ટોળાના કેટલાંક વિડીયો શેર કર્યા છે જે તમે અહીં જોઈ શકો છો.

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *