News Agency of India

ખુલ્લી ગટરમાં 5 મહિનાના બાળક સાથે પડી ગઈ મહિલા, વિડીયો થયો વાયરલ

1 min read
ખુલ્લી ગટરમાં 5 મહિનાના બાળક સાથે પડી ગઈ મહિલા, વિડીયો થયો વાયરલ

Share with:


ફરીદાબાદઃ એક મહિલા તેના બાળકને લઈને જઈ રહી હતી. એ સમયે મહિલા કોઈની સાથે મોબાઈલ પર વાત કરી રહી હતી અને તેણે તેનું બાળક પણ તેડી રાખ્યુ હતુ. અચાનક તે એક ખુલ્લી ગટરમાં બાળક સાથે જ પડી ગઈ હતી. આસપાસના લોકો આ ઘટના જોઈ ગયા અને પછી મહિલાને તેના બાળક સાથે સુરક્ષિત બહાર કાઢી હતી. આ આખી ઘટના બાજુમાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જો કે, આ દુર્ઘટનામાં મહિલા અને તેના બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, વોર્ડ નંબર પાંચ સ્થિત એક રોડ પર નગર નિગમે સીવર લાઈનની સફાઈ કરી હતી. સફાઈ બાદ કર્મચારીઓ ગટરનું ઢાંકણુ ખુલ્લુ મુકીને જ જતા રહ્યા હતા. સ્થાનિક લોકોએ જોયુ કે ગટરનું ઢાંકણુ ખુલ્લુ છે એટલે તેઓએ તેની પાસે એક બોર્ડ પણ મુક્યુ. જેથી લોકો સાવધાન રહી શકે. ઘટના સ્થળે હાજર લખવિંદર સિંહે જણાવ્યું કે, એક મહિલા તેના પાંચ વર્ષના બાળકને લઈને પોલિયોના ડ્રોપ્સ પીવડાવવા માટે આવી હતી. એ પછી તે ઘરે જઈ રહી હતી. ત્યારે આ મહિલા તેના બાળક સાથે ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી.

ખુલ્લી ગટરમાં 5 મહિનાના બાળક સાથે પડી ગઈ મહિલા, વિડીયો થયો વાયરલ

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *