News Agency of India

80 વર્ષે દાદા નશાની લતે ચડ્યા, ઘરમાં બહારથી છોકરીઓ બોલાવતા દાદીએ કરી ફરિયાદ

1 min read
80 વર્ષે દાદા નશાની લતે ચડ્યા, ઘરમાં બહારથી છોકરીઓ બોલાવતા દાદીએ કરી ફરિયાદ

Share with:


અમદાવાદઃ કેટલીકવાર માણસ ખોટી સંગતના કારણે જીવનભર કમાયેલું સમ્માન ગુમાવી દે છે. નાની ઉંમરે વ્યસનોથી દૂર રહેવા છતાં ઢળતી ઉંમરે જ્યારે વ્યક્તિ વ્યસનો તરફ આકર્ષાય ત્યારે કોઈને તો પહેલીવારમાં માનવામાં પણ ન આવે. ઘણીવાર આપણે ત્યાં આવી ઘટનામાં અંધશ્રદ્ધામાં લોકો વળગાળ જેવી વાતો પણ કરે છે. જોકે ખરેખર તો આવા કિસ્સામાં જરુર હોય છે માનસિક સારવાર અને કાઉન્સેલિંગની, જે તાજેતરમાં મહિલા હેલ્પલાઈન અભયમ પાસે આવેલા એક કિસ્સામાં પણ જોવા મળ્યું હતું.

બનાવની વિગત મુજબ શહેરના પોશ વિસ્તારમાં રહેતા ધનાઢય પરિવારના 80 વર્ષીય વૃદ્ધ નશો કરવાના રવાડે ચડી ગયા હતા અને બહારથી અલગ અલગ મહિલાને ઘરે બોલાવતા હતા. આ મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં 75 વર્ષીય વૃદ્ધાએ મહિલા હેલ્પલાઈન અભયમની મદદ માગતા અભયમની ટીમે વૃદ્ધનું કાઉન્સેલિંગ કરી ઢળતી ઉંમરે આવા વર્તનથી સમાજ-પરિવાર પર પડતી અસર અંગે સમજ આપતા વૃદ્ધે ભૂલ સ્વીકારી હતી.

80 વર્ષે દાદા નશાની લતે ચડ્યા, ઘરમાં બહારથી છોકરીઓ બોલાવતા દાદીએ કરી ફરિયાદ

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *