News Agency of India

ભારત કોરોનાને હરાવી રહ્યું છે.. એક્ટિવ કેસ 7 મહિને 2 લાખની અંદર આવ્યા

1 min read
ભારત કોરોનાને હરાવી રહ્યું છે.. એક્ટિવ કેસ 7 મહિને 2 લાખની અંદર આવ્યા

Share with:


અમદાવાદઃ ફરી એકવાર કોરોનાના નવા કેસનો આંકડો 15 હજારની અંદર પહોંચ્યો છે. આ સાથે મૃત્યુઆંક પણ 150ની અંદર નોંધાયા છે. દેશમાં કાલે નોંધાયેલા કોરોનાના કેસનો આંકડો 15 હજારને પાર ગયો હતો. જેમાં 15,981 કેસ નોંધાયા હતા અને 166 દર્દીઓના મોત થયા હતા. એક્ટિવ કેસ પણ 220 દિવસના તળિયે પહોંચ્યા છે.

ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે એક્ટિવ કેસ પણ 2 લાખની અંદર પહોંચી ગયા છે. આ પહેલા 12 માર્ચ 2021 (7 મહિના અગાઉ)ના રોજ કોરોનાના એક્ટિવ કેસ 2 લાખની અંદર રહ્યા હતા. કોરોનાના નવા કેસમાં ઘટાડાની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઊંચી રહેવાથી એક્ટિવ કેસનો આંકડો ઝડપથી નીચો આવી રહ્યો છે. બીજી તરફ ઝડપી રસીકરણના લીધે પણ કોરોનાના કેસ પર કાબૂ મેળવવામાં સફળતા મળી રહી હોવાનું એક્સપર્ટ માની રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 14,146 કેસ નોંધાયા છે. જેની સામે 19,788 દર્દીઓ સાજા થયા છે અને 144 દર્દીઓના મોત થયા છે.

ભારત કોરોનાને હરાવી રહ્યું છે.. એક્ટિવ કેસ 7 મહિને 2 લાખની અંદર આવ્યા

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *