News Agency of India

સુરતઃ સ્વામિનારાયણના સ્વામીએ માતાજી અંગે કર્યું અશોભનીય નિવેદન, ભક્તોએ મેથીપાક આપ્યો

1 min read
સુરતઃ સ્વામિનારાયણના સ્વામીએ માતાજી અંગે કર્યું અશોભનીય નિવેદન, ભક્તોએ મેથીપાક આપ્યો

Share with:


રતમાં સ્વામિનારાયણ મંદિરના સંતે એક વિડીયોમાં માતાજી અંગે અશોભનીય વર્ણન કરતાં ભક્તોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. આ મામલે ભક્તોએ જબરદસ્તી મંદિરમાં પ્રવેશીને સ્વામીને લાફો મારીને મેથીપાક ચખાડ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જો કે, આ મામલે બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.

માતાજી વિરુદ્ધ વિવાદીત ટિપ્પણી કરતાં સ્વામીને મેથીપાક આપ્યો

સુરતના અમરોલી વિસ્તારના હરસિધ્ધિ સોસાયટીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના મહંત જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સ્વામીએ પ્રવચન દરમિયાન માતાજી અંગે અશોભનીય નિવેદન આપ્યું હતું. તેઓએ જૂનાગઢમાં અતિ પ્રસિદ્ધ એવા નાગબાઈ માતાજીને લઈને તેમની સરખામણી અપ્સરા તેમ જ સુંદર મહિલા સાથે કરી હોવાનો સંદર્ભ આપ્યો હતો. આ બાબતને લઈને ભક્તોમાં ભારોભાર આક્રોશ ફેલાઈ ગયો હતો. અને આ મામલે 15-20 લોકોનું ટોળું સ્વામીને મળવા માટે પહોંચ્યું હતું. શરૂઆતમાં સ્વામીએ ભક્તોને મળવાની ના પાડી હતી. જે બાદ ભક્તો જબરદસ્તી મંદિરની અંદર પ્રવેશી ગયા હતા. અને સ્વામી સાથે વાતચીત કરી હતી. આ સમયે એક ભક્તે આવેશમાં આવીને સ્વામીનારાયણના સંતને જોરથી એક લાફો મારી દીધો હતો. જે બાદ અન્ય ભક્તોએ પણ સ્વામીનારાયણના સંતને માર માર્યો હતો.

સુરતઃ સ્વામિનારાયણના સ્વામીએ માતાજી અંગે કર્યું અશોભનીય નિવેદન, ભક્તોએ મેથીપાક આપ્યો

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *