News Agency of India

પુત્રએ પિતાને હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે પકડ્યા, મમ્મી પહોંચતા જોરદાર હોબાળો

1 min read
પુત્રએ પિતાને હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે પકડ્યા, મમ્મી પહોંચતા જોરદાર હોબાળો

Share with:


ઉજ્જૈનની એક હોટલમાં એક દીકરાએ તેના પિતાને પ્રેમિકા સાથે પકડ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંને પતિ -પત્ની તરીકે હોટલમાં રોકાયા હતા. દીકરાએ બંનેને રંગે હાથે પકડ્યા હતા અને તેણે એક વિડીયો પણ બનાવ્યો છે. વિવાદની સ્થિતિ ઉભી થયા બાદ હોટલ સંચાલકે રૂમ ખાલી કરાવ્યો હતો. જોકે, કોઇએ પોલીસમાં ફરિયાદ કરી નથી. હોટલમાં પકડાયેલ વ્યક્તિ ગ્વાલિયરનો રહેવાસી છે જ્યારે ગર્લફ્રેન્ડ જયપુરની છે. ઘટનાની જાણ થતાં માતા પણ પહોંચી હતી અને જોરદાર હોબાળો થયો હતો.

ઉજ્જૈનના મહાકાલ મંદિર વિસ્તારમાં આવેલી એક હોટલમાં 62 વર્ષીય વૃદ્ધ 60 વર્ષીય મહિલા મિત્ર સાથે હોટલમાં રોકાયો હતો. માહિતી મળતાની સાથે જ વૃદ્ધની પત્ની અને પુત્ર ઉજ્જૈન પહોંચીને હોટેલમાં ઘૂસ્યા હતા અને બંનેને રંગે હાથે પકડ્યા. કહેવામાં આવી રહ્યું છે કે જે મહિલા સાથે વૃદ્ધ હોટલમાં રોકાયો હતો તે તેની ગર્લફ્રેન્ડ હતી. જ્યારે દીકરો રૂમમાં પહોંચ્યો અને બંનેને સાથે જોયા તો તેણે હોબાળો કર્યો હતો.

આ દરમિયાન હોટલ સંચાલકે વિવાદ વઘતો જોઈ તરત જ રૂમ ખાલી કરાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને પ્રેમી પતિ -પત્ની તરીકે હોટલમાં રોકાયા હતા. બંનેની ફેસબુક પર ફ્રેન્ડશીપ થઈ હતી, જે બાદમાં પ્રેમમાં બદલાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો ન હતો, જેથી સંબંધિત પોલીસને ઘટના અંગે જાણ થઈ શકી નથી.

62 વર્ષીય વ્યક્તિ ગ્વાલિયરમાં એક ખાનગી કંપનીમાં છે, જ્યારે તેની ગર્લફ્રેન્ડ જયપુરમાં એફસીઆઈમાં વિકાસ અધિકારી છે. દીકરાએ જણાવ્યું કે પિતાના અફેર અને રોજિંદા પારિવારિક વિવાદોને કારણે માતા પરેશાન રહેતી હતી. દીકરાએ જણાવ્યું કે શુક્રવારે પિતા તેને જાણ કર્યા વગર ઘર છોડીને ચાલ્યા ગયા. તેમની પાસે જયપુરથી ઉજ્જૈનની ટિકિટ હતી. પુત્ર બે દિવસ સુધી પિતાની પાછળ જ રહ્યો ત્યારે જ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

પુત્રએ પિતાને હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે પકડ્યા, મમ્મી પહોંચતા જોરદાર હોબાળો

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *