News Agency of India

રિયલ લાઈફના ‘બંટી અને બબલી’ ઝડપાયા, શિકારને આ રીતે બનાવતા નિશાન

1 min read
રિયલ લાઈફના ‘બંટી અને બબલી’ ઝડપાયા, શિકારને આ રીતે બનાવતા નિશાન

Share with:


નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે એક રિયલ લાઈફના ‘બંટી અને બબલી’ને ઝડપી પાડ્યા છે. લાજપતનગર વિસ્તારમાં ફ્લેટ દેખવાના બહાને આવેલા આ ‘બંટી અને બબલી’એ પ્રોપર્ટી ડીલરની કાર ચોરી કરી લીધી હતી. બાદમાં કારને આગરા લઈ ગયા. આ મામલે ડીલરે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તેમના મોબાઈલ ફોનને ટ્રેસ કરીને બંનેને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે ચોરીની બે કાર પણ કબજે કરી હતી. બીજી કાર તેઓએ જયપુર અને ચિત્રકૂટથી ચોરી કરી હતી. ડીસીપી ઈશા પાંડેએ કહ્યું કે, પીડિત યોગેશ પાહૂજાએ કાર ચોરી મામલે ફરિયાદ નોંધાવી હતી. તેઓએ ફરિયાદમાં કહ્યું હતું કે, તે એક પ્રોપર્ટી ડીલર છે.

પતિ-પત્ની હોવાનું કહી ફ્લેટ જોવા આવ્યા
બીજી ઓક્ટોબરના રોજ મહક જૈન અને આરવ જૈન ડીલરની ઓફિસમાં આવ્યા હતા. જ્યાં તેઓએ પોતાની ઓળખ પતિ-પત્ની તરીકે આપી હતી. તેઓએ નવો ફ્લેટ ખરીદવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજી વખત તેઓ 6 ઓક્ટોબરે ફ્લેટ જોવા માટે આવ્યા હતા. પ્રોપર્ટી ડીલરે તેઓને પોતાના ડ્રાઈવર સાથે કારમાં ફ્લેટ જોવા માટે મોકલ્યા હતા. રસ્તામાં મહકે ઉલ્ટી થતી હોવાનું નાટક કર્યુ અને ડ્રાઈવરને કાર રોકી પાણી માટે કહ્યું. જેવો ડ્રાઈવર કારમાંથી નીચે ઉતર્યો કે બંને કાર લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. એ પછી લાજપતનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. પછી જાણવા મળ્યું કે, આ કપલ પહાડગંજની એક હોટલમાં રોકાયુ છે.

રિયલ લાઈફના ‘બંટી અને બબલી’ ઝડપાયા, શિકારને આ રીતે બનાવતા નિશાન

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *