News Agency of India

મહિસાગર:બાલાસિનોર તાલુકાના સરોડાના ફિમેલ હેલ્થ વર્કરનું મનસ્વી વર્તનના કારણે લાભાર્થીઓ પરેશાન

1 min read
મહિસાગર:બાલાસિનોર તાલુકાના સરોડાના ફિમેલ હેલ્થ વર્કરનું મનસ્વી વર્તનના કારણે લાભાર્થીઓ પરેશાન

Share with:


મહિસાગર:બાલાસિનોર તાલુકાના સરોડાના ફિમેલ હેલ્થ વર્કરનું મનસ્વી વર્તનના કારણે લાભાર્થીઓ પરેશાન

મમતા દિવસમાં ફિમેલ હેલ્થ વર્કર ગેરહાજર
બાલાસિનોર,
બાલાસિનોર તાલુકાના ગુંથલી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના સરોડા સબ સેન્ટર પર ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર મમતા દિવસમાં ગેરહાજર રહેતા રસીકરણ માટે આવેલ લાભાર્થીઓ રસીકરણના લાભથી વંચીત રહી ગયા.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુંથલીના મેડિકલ ઓફિસરને ફોન પર માહિતી મળી કે મમતા દિવસના કાર્યક્રમમાં ફિમેલ હેલ્થ વર્કર હાજાર નથી. માહિતી મળતા તેમને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરને ફોન કરી ફિમેલ હેલ્થ વર્કર ક્યાં છે? તેમ પૂછતાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર એ જણાવેલ કે ડખરીયા આંગણવાડીમાં મમતા દિવસમાં આવી 2 વાગ્યા આસપાસ ફિમેલ હેલ્થ વર્કર બેગ લઈને નીકળી ગયા હતા.તે બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સ્થળ પર પહોંચી ગયા હતાં ત્યાં તેમને ઉભેલ લાભાર્થીને પૂછતાં જાણવા મળેલ કે રસી મુકાવવા આવેલ છે. ત્યાર બાદ ફિમેલ હેલ્થ સુપરવાઈઝર અને મેડિકલ ઓફિસર દ્વારા ફિમેલ હેલ્થ વર્કરને ફોન પણ કરવામાં આવ્યો તો તે ફોન ઉપડતા નથી. મેડિકલ ઓફીસર અને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા અગાઉ પણ ફિમેલ હેલ્થ વર્કરના મનસ્વી કામગીરી કરવાની બાબતે નોટિસ આપવામાં આવેલ છે. શું મેડિકલ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ?

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *