News Agency of India

બ્રામાં છૂપાઈને ગરોળીએ 6500 KMની યાત્રા કરી, જીવતી જોઈને મહિલાના હોંશ ઉડી ગયા

1 min read
બ્રામાં છૂપાઈને ગરોળીએ 6500 KMની યાત્રા કરી, જીવતી જોઈને મહિલાના હોંશ ઉડી ગયા

Share with:


બ્રામાં છૂપાઈને ગરોળીએ 6500 KMની યાત્રા કરી, જીવતી જોઈને મહિલાના હોંશ ઉડી ગયા

નવી દિલ્હીઃ ગરોળી એક નાનો જીવ છે. સામાન્ય રીતે આપણા ઘરોમાં પણ તે જોવા મળતી હોય છે. ઘરના ખૂણામાં કે કબાટમાં તે મોટાભાગે છૂપાઈ જતી હોય છે. ત્યારે હવે બ્રિટનથી એવો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે કે જેને લઈને મહિલાના પણ હોંશ ઉડી ગયા હતા. વાત એવી છે કે, એક મહિલાની બ્રામાં ગરોળી છુપાઈને 6500 કિલોમીટરનું અંતર કાપ્યું. નવાઈની વાત એ છે કે, તેમ છતા તે બચી ગઈ.

પહેલાં કબાટમાં છૂપાયેલી હતી
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બ્યૂટિશિયન લિસા રસેલ બારબાડોસથી બ્રિટન તેના ઘરે જવા માટે નીકળી હતી. એટલે તેણે તેનું કબાટ ખોલ્યું અને કપડાં સૂટકેસમાં પેક કર્યા. તેને જરા પણ અંદાજો નહોતો કે તેના કપડામાં એક નાનો જીવ છૂપાયેલો છે. જે આટલી લાંબી યાત્રા કરવા માટે જઈ રહ્યો હતો. એ પછી તેણે ફ્લાઈટ પકડી અને બ્રિટન પહોંચી.

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *