News Agency of India

ભાગ્યે જ કોઈ રાજકારણી ખુશ જોવા મળશે, સત્તાની લાલચ પર ગડકરીનો કટાક્ષ

1 min read
ભાગ્યે જ કોઈ રાજકારણી ખુશ જોવા મળશે, સત્તાની લાલચ પર ગડકરીનો કટાક્ષ

Share with:


ભાગ્યે જ કોઈ રાજકારણી ખુશ જોવા મળશે, સત્તાની લાલચ પર ગડકરીનો કટાક્ષ

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ફરી ચર્ચામાં છે. તેનું કારણ તેમનું એક સ્ટેટમેન્ટ છે. ગડકરી હસતા-હસતા ગંભીર વાત કહેવા માટે જાણીતા છે. તેમાં તેઓ પોતાની પાર્ટીને પણ છોડતા નથી. આ વખતે પણ તેમણે પોતાની પાર્ટીની સ્થિતિ પર કટાક્ષ કર્યો છે. તેમનો આ કટાક્ષ સત્તાની લાલચ પર છે. ગડકરીએ કહ્યું કે, તમને ભાગ્યે જ કોઈ રાજકારણી ખુશ જોવા મળશે. ભાજપ અધ્યક્ષ તરીકે પોતાના કાર્યકાળનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જ્યારે તેઓ પાર્ટી પ્રેસિડન્ટ હતા, તો કોઈ એવું નહોતું મળતું જે દુઃખી ન હોય.

તેમની આ વિડીયો ક્લિપ વાયરલ થઈ ગયો છે. આ પહેલી વખત નથી કે, જ્યારે નીતિન ગડકરીએ પોતાની પાર્ટી પર જ નિશાન સાધ્યું છે, તેઓ પહેલા પણ ઘણી વખત આવું કરી ચૂક્યા છે. તેમની આ નિખાલસતાના કારણે જ વિપક્ષના નેતા પણ તેમની પ્રશંસા કરતા થાકતા નથી.

ગડકરી સોમવારે રાજસ્થાન વિધાનસભામાં ‘સંસદીય પ્રણાલી અને જન અપેક્ષાઓ’ વિષય પર આયોજિત સેમિનારના સમાપન સત્રને સંબોધિત કરી રહ્યા હતા. આ સેમિનારનું આયોજન કોમનવેલ્થ પાર્લામેન્ટ્રી એસોસિએશનના રાજસ્થાન યુનિટે કહ્યું હતું. આ દરમિયાન એક કિસ્સો સંભળાવતા રાજકીય સ્થિતિઓ પર કટાક્ષ કર્યો. સભામાં બધા તેમની વાત સાંભળી હસીને લોટપોટ થઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે, એક વખત કોઈએ પૂછ્યું કે, તમારામાંથી ખુશ કોણ-કોણ સુખી છે? કોઈએ હાથ ઊંચો ન કર્યો. જે એમએલએ હતા, તે દુઃખી હતા કે તે મંત્રી ન બની શક્યા. મંત્રી એટલે દુઃખી હતા કે, તેમને સારો વિભાગ ન મળ્યો. જેમને સારો વિભાગ મળ્યો, એ એટલે દુઃખી હતા કે તે મુખ્યમંત્રી ન બની શક્યા. જે મુખ્યમંત્રી ન બની શક્યા, તે એટલે ટેન્શનમાં હતા કે, ક્યારે જતા રહે તે નક્કી નહીં.

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *