News Agency of India

અન્ય સરકાર કર્મચારીઓની જેમ કોરોના સંક્રમિત શિક્ષકોને પણ ઓન-ડ્યુટી ગણવાનો નિર્ણય

1 min read
અન્ય સરકાર કર્મચારીઓની જેમ કોરોના સંક્રમિત શિક્ષકોને પણ ઓન-ડ્યુટી ગણવાનો નિર્ણય

Share with:


અન્ય સરકાર કર્મચારીઓની જેમ કોરોના સંક્રમિત શિક્ષકોને પણ ઓન-ડ્યુટી ગણવાનો નિર્ણય

અમદાવાદઃ કોરોના મહામારીમાં સંક્રમિત તથા સરકારી કર્મચારીઓને ઓન-ડ્યુટી ગણવાનો નિર્ણય હવે શિક્ષકોને પણ લાગુ પડશે. એટલે કે શિક્ષકોની પણ 10 દિવસની મેડિકલ રજા મંજૂર કરવામાં આવશે. મહત્વનું છે કે રાજ્યના શિક્ષકો કોરોનાની ડ્યુટી વખતે સંક્રમિત થયા હતા. આ મુદ્દે પ્રાથમિક શિક્ષક નિયામકની કચેરી દ્વારા સરકાર સમક્ષ સંક્રમિત થયેલા શિક્ષકોને ઓન-ડ્યુટી ગણવા અંગેની દરખાસ્ત કરવામાં આવી હતી. જે બાદ તેમની 10 દિવસની રજા મંજૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ પ્રાથમિક શિક્ષક નિયામક દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પરિપત્ર લખીને યોગ્ય નિર્ણય કરવા સૂચના આપી છે. (પ્રતિકાત્મક તસવીર)

મહત્વનું છે કે, કોરોનાની મહામારી રાજ્યમાં ફેલાવાનું શરુ થતા શિક્ષકોને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી, આ જવાબદારીના કારણે ઘણાં શિક્ષકો કોરોના સંક્રમિત થયા હતા જ્યારે કેટલાક શિક્ષકોનું કોરોના સંક્રમિત થતા મોત પણ થયું હતું. આવામાં શિક્ષકોએ પોતાને પણ કોરોના ડ્યુટી દરમિયાન સંક્રમિત થતા ઓન-ડ્યુટી ગણવા માટે રજૂઆતો કરી હતી.

આ પછી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. જે બાદ શિક્ષકોને પણ કોરોના સંક્રમિત થાય તો ઓન-ડ્યુટી ગણવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો અને આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી છે. આ સાથે જ કોરોના સંક્રિમત શિક્ષકો સાથે યોગ્ય નિર્ણય કરવા માટે સૂચના આપવામાં આવી છે.

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *