News Agency of India

દિલ્હીમાં આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ, 2 આતંકીઓ સહિત 6 ઝડપાયા

1 min read
દિલ્હીમાં આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ, 2 આતંકીઓ સહિત 6 ઝડપાયા

Share with:


દિલ્હીઃ દિલ્હી

પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાન સંગઠિત આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. સ્પેશિયલ સેલે 6 લોકોની ધરપકડ કરી છે. જેમાંથી બે લોકોએ પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લીધી છે. સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહે જણાવ્યું કે, સ્પેશિયલ સેલે આતંકીઓેને ઝડપી પાડવા ખાસ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં કેટલાક વિસ્ફોટક અને હથિયારો જપ્ત કર્યા છે. આ ધરપકડ દિલ્હી, યૂપી, મહારાષ્ટ્રમાંથી કરવામાં આવી છે. દિલ્હી પોલીસ છેલ્લાં એક મહિનાથી આ ઓપરેશનને પાર પાડવા મથી રહી હતી. સ્લીપર સેલનો ઉપયોગ કરીને આ આતંકીઓ દેશમાં કોઈ આતંકી ઘટનાને અંજામ આપવાનું કાવતરૂ રચી રહ્યા હતા.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ લગભગ એક મહિનાથી આ ઓપરેશન ચલાવી રહ્યું હતું. આ આતંકીઓ યૂપી ચૂંટણી વખતે કોઈ હુમલાનું પ્લાન બનાવી રહ્યા હતા. આતંકીઓ પાસેથી વિસ્ફોટકો અને હથિયારો કબજે કરવામાં આવ્યા છે. ઝડપાયેલા 6માંથી બે આતંકીઓએ પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લીધી છે. તેઓ દિલ્હી, યૂપી અને મહારાષ્ટ્રમાં ફરીને રેકી કરી રહ્યા હતા. પોલીસને આ મામલે ઈનપુટ મળ્યા હતા. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હવે પોલીસ આ આતંકીઓને રિમાન્ડ પર લઈને વધુ પૂછપરછ કરશે. પોલીસ પૂછપરછમાં ખુલાસો થશે કે આ આતંકીઓ શા માટે અહીં આવ્યા હતા. તેઓને એસલી હેતુ અને પ્લાન શું હતો એ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.

દિલ્હીમાં આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ, 2 આતંકીઓ સહિત 6 ઝડપાયા

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *