News Agency of India

કારોબારી સમિતિના ચેરમેન રૂપેન મહેતા ઉર્ફે બોબીના સગાવાદના સોદાઓના ચોંકાવનારા આક્ષેપો બાદ…

1 min read
કારોબારી સમિતિના ચેરમેન રૂપેન મહેતા ઉર્ફે બોબીના સગાવાદના સોદાઓના ચોંકાવનારા આક્ષેપો બાદ...
કારોબારી સમિતિના ચેરમેન રૂપેન મહેતા ઉર્ફે બોબીના સગાવાદના સોદાઓના ચોંકાવનારા આક્ષેપો બાદ…

Share with:


ગોધરા ન. પાલિકામાં ૫ કર્મચારીઓની ભરતી કરવાના વિવાદાસ્પદ પ્રકરણને સફળ બનાવવા માટે હવે સંપૂર્ણ સત્તાઓ ચીફ ઓફિસરને સુપ્રત કરતો ઠરાવ..!!

કારોબારી સમિતિના ચેરમેન રૂપેન મહેતા ઉર્ફે બોબીના સગાવાદના સોદાઓના ચોંકાવનારા આક્ષેપો બાદ…

ગોધરા ન.પાલિકામાં સગાવાદના સોદાઓમાં ૫ કર્મચારી ઓની ભરતી કરી દેવાના આ બહુચર્ચિત પ્રકરણને સફળ બનાવવા માટે અધીરા બનેલા ચીફ ઓફિસર સંજય પટેલે ગત પસંદગી સમિતિની ચર્ચા વગર મુલતવી રહેલ બેઠકના પ્રોસીડિંગમાં આ ૫ કર્મચારીઓની ભરતી કરવા અંગેની કાર્યવાહી કરવાની તમામ સત્તા સભ્ય સચિવ અને મુખ્ય અધિકારી નગર પાલિકાને આપવાના આ ઠરાવમાં પસંદગી સમિતિના અધ્યક્ષ અને ગોધરા ન.પાલિકા પ્રમુખ સંજય સોનીએ પણ સહી કરી આપીને પોતે વિવાદોથી દૂર રહેવાના આ રાજકીય ખેલમાં ગોધરા ન. પાલિકાના ચીફ ઓફિસર જે ૫ કર્મચારીઓની સીધી ભરતી કરશે એમા તેઓ સમંત હોવાની મૌન સંમતિ આપી હોવાની સ્ફોટક ચર્ચાઓમાં ગોધરા ન. પાલિકાના સત્તાધારી ભા.જ.પ. નો રાજકીય માહૌલ ગરમાયો છે.એમા કહેવાય છે કે ૫ કર્મચારીઓની ભરતી કરવા માટે સગાવાદના સોદાઓ સામે પ્રારંભથી સત્ય આધારીત વિરોધ કરનારા કારોબારી સમિતિના ચેરમેન અને પસંદગી સમિતિના સભ્ય રૂપેન મહેતા ઉર્ફે બોબી ગોધરા ન. પાલિકાના પસંદગી સમિતિના આ ઠરાવનો વિરોધ કરવા માટે પુનઃ બાંયો ચડાવે એવા એંધાણો શરૂ થયા છે.
ગોધરા ન.પાલિકા ખાતે ગત તા.૨૮ જુલાઈના રોજ યોજાયેલ પસંદગી સમિતિની બેઠકમાં એજન્ડા વગર ૫ કર્મચારીઓની સીધી ભરતી કરવાના આ પ્રકરણમાં કાયદાકીય વિરોધ વચ્ચે આ બેઠક આપોઆપ વિખેરાઈ ગઈ હતી. આ પૂર્ણ થયેલ બેઠકના પ્રોસીડિંગ આપવા માટે પસંદગી સમિતિના સભ્ય અને કારોબારી સમિતિના ચેરમેન રૂપેન મહેતા ઉર્ફે બોબીના વારંવારના લેખિત અનુરોધ વચ્ચે તેઓએ વડોદરા સ્થિત પ્રાદેશિક કમિશનર નગર પાલિકાઓને લખેલા લેખિત પત્રમાં જે ૫ કર્મચારીઓની ભરતી બારોબાર કરવાની આ ઉમેદવારોના નામ જોગ આ ભરતી પ્રકરણમાં સગાવાદના સોદાઓનો ભારેખમ ભ્રષ્ટાચાર છુપાયેલો હોવાના ચોંકાવનારા આક્ષેપો સાથે ગોધરા ન. પાલિકામાં ચીફ ઓફિસર સંજય પટેલના વહીવટી ઈરાદાઓ સામે પણ આશંકાઓ વ્યક્ત કરી હતી.
જો કે ગોધરા ન.પાલિકાના સત્તાધારી ભા.જ.પ.ના ચેરમેન રૂપેન મહેતા ઉર્ફે બોબી ના આ લડાયક તેવરો જોયા બાદ ગોધરા ન.પાલિકા દ્વારા તા. ૧૪મીના રોજ ગત પસંદગી સમિતિની બેઠકમાં લખવામાં આવેલ ઠરાવમાં ૫ કર્મચારીઓની બિન અનામત ઉમેદવારો ની સીધી ભરતી પ્રક્રિયા માટે પસંદગી સમિતિના સભ્ય સચિવ અને મુખ્ય અધિકારી ગોધરા ન.પાલિકાને આ સંદર્ભની કાર્યવાહી કરવાની તમામ સત્તાઓ સુપ્રત કરવાના આ ઠરાવમાં ગોધરા ન. પાલિકા પ્રમુખ સંજય સોની એ પણ મુક સંમતિ આપી હોવાના આ દાવપેચો સામે ગોધરા ન.પાલિકાના વહીવટી અને સત્તાધારી ભા.જ.પ.માં રાજકીય મોરચે પણ માહૌલ ગરમાયો છે.!!

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *