News Agency of India

કઠલાલ ઉમા ભવન ખાતે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

1 min read
કઠલાલ ઉમા ભવન ખાતે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

Share with:


પરીખ હોસ્પિટલ નિકોલ અમદાવાદ દ્વારા કઠલાલ ઉમા ભવન ખાતે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પમાં ડોક્ટર યોગેશ પરીખ અને તેમની ટીમના જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ગાયનેક,ગેસ્ટ્રોલોજીસ્ટ ,લેપ્રોસ્કોપી,ઓપથલ,ડેન્ટલ અને ફિઝિયોથેરાપિસ્ટ સહિત નવ ડોક્ટરોની ટીમ દ્વારા કેમ્પમાં આવનાર તમામને ચેકઅપ કરી યોગ્ય નિદાન અને સલાહ આપવામાં આવી હતી. આ કેમ્પમાં 200 જેટલા નાગરિકોએ આરોગ્ય તપાસણી લાભ લીધો હતો. સમગ્ર કેમ્પનું આયોજન સિનિયર સિટિઝન કલબ કઠલાલ,શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ,શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પષાભાઈ પટેલ ,પી એસ આઇ ડી.સી.રાઓલ,ગુણવંતભાઈ સુથાર ,અરવિંદભાઈ શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને આર.જે. પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.મેગા મેડિકલ કેમ્પ. પરીખ મલ્ટીસ્પેશ્યલિટી હૉસ્પિટલ નિકોલ દ્વારા કઠલાલ મુકામે કચ્છ કડવા પટેલ વાડીમાં સિનિયર સિટીઝન ક્લબ કઠલાલ અને અન્ય સંસ્થાઓના સહયોગથી મેગા મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પના ઉદઘાટન પરસોતમ દાસ પોકાર,પીએસઆઈ શ્રી રાઓલજી સાહેબ.પરીખ હોસ્પિટલના ડોક્ટર યોગેશ પરીખઅને કલબના પ્રમુખ સુથાર દ્વારા દીપ પ્રકટાવી કરવામાં આવ્યું. પ્રમુખશ્રી ગુણવંતભાઈ સુથારે મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.આ કેમ્પમાં ઓર્થોપેડિક , સ્ત્રીરોગો, ગેસ્ટરોલોજીસ્ટ આંખ, દાંત, ફિજીયોથેરાપીસ્ટ, સર્જન, ન્યુરોસર્જન અને ફિઝિશિયન જેવા નિષ્ણાત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી.મોટી સાંખ્ય માં દર્દીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન મંત્રી અરવિંદભાઈ અને કિરીટભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું. આભારવિધિ ઉપપ્રમુખ આર. જે. પટેલ ધ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો.તેમજ સમગ્ર કઠલાલના ગ્રામજનોના સહયોગથી કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું.અને સૌ એ આ મેગા મેડિકલ ચેક અપ કેમ્પનો લાભ લીધો હતો…

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *