News Agency of India

ગોધરામાં યોજાયેલ લાયન્સ ડીસ્ત્રિક્ટ એવોર્ડમાં બાલાસિનોર લાયન્સ ક્લબને ૭ મળેલ એવોર્ડ

1 min read
ગોધરામાં યોજાયેલ લાયન્સ ડીસ્ત્રિક્ટ એવોર્ડમાં બાલાસિનોર લાયન્સ ક્લબને ૭ મળેલ એવોર્ડ

Share with:


બાલાસિનોર: ગોધરામાં લાયન્સ ડીસ્ત્રિક્ટ 3232 F1નો એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો હતો જેમાં મહિસાગર જિલ્લાની સેવામાં અગ્રેસર રહેતી બાલાસિનોર લાયન્સ ક્લબમાં કુલ ૭ એવોર્ડ એનાયત થતા લાયન્સ સભ્યોએ ગૌરવની લાગણી અનુભવી છે.

ડિસટીક 32 32ફ1નો સને 2020-21ના વર્ષનો એવોર્ડ વિતરણ કાર્યક્રમ લા.નરેન્દ્ર ભંડારી(PID, અને GAT એરિયા લીડર) , મલ્ટીપલ કાઉન્સિલ ચેરમેન(MCC) લા.જે. પી.ત્રીવેદી,અને ડીસ્ત્રિક્ટ 3232 F1.ના ચેરમેન લા.કૃષ્ણકાંત દેસાઇ MJF અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગોધરામાં યોજાયો હતો જેમાં વર્ષ દરમિયાન સેવાકીય સહિતની પ્રવૃતિઓ માટે વિવિધ એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રીઝીયન-૭માં સમાવિષ્ઠ બાલાસિનોર લાયન્સ કલબ કુલ ૭ એવોર્ડ મેળવી કલબ અને રીઝીયન-૭નું ગૌરવ વધાર્યું છે આ મળેલ એવોર્ડમાં લાયન્સ પ્રમુખ લા પ્રવીણભાઈ જે સેવક MJF ને (૧)હેલ્થ એન્ડ વેલ્ફરસર ગોલ્ડ એવોર્ડ(૨) સાઇટ ફર્સ્ટ પ્લેટિનિયમ (૩) સર્વિસ સિલ્વર એવોર્ડ મળેલ છે,આ ઉપરાંત ડિસ્ત્રીટીક ચેર પર્સન(૪) લા. કાન્તીભાઈ પટેલ અને(૫)લા.પી કે. શર્માને સિલ્વર એવોર્ડ પ્રાપ્ત થયો છે(૬) ઝોન ચેરમેનલા. મનહરભાઈ ઠાકરMJFને સિલ્વર એવોર્ડ અને (૭) રિજિયન ચેરમેન લા. વસંતભાઈ ઉપાધ્યાયમMJFને ગોલ્ડન એવોર્ડ એનાયત થયેલ છે.

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *