26/10/2020

Bharat News Agency

The News Agency of India

1 min read

મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર-ઠેર કચરો નાખવા માટે ડસ્ટબીન રાખવામાં આવી છે. તેમજ નગરપાલિકાની ટીપર વાન સવારે ઘરે-ઘરે જઈ કચરો...

1 min read

રાજકોટના સ્થાનિક બજારોમાં ચીકી 300-400 રૂપિયે કિલો વેચાય છે. ત્યારે આ ચીકી મોટા બજારોમાં પણ ઉપલબ્ધ થાય તેની યોજના બનાવાઈ...

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ બાયડ પ્રખંડ દ્વારા તેનપુર, જુનવાડા, નારૂમિયાંની મુવાડી, વાત્રક, બાદરપુરા વિગેરે સ્થાનો પર 'અસત્ય પર...

સાબરકાંઠા :- મેડીકલ કોલેજ હિંમતનગર દ્રારા ગૌરીબેન રાવલના જીવનમાં પથરાયો ઉજાસ. અધુરા મહિને જન્મેલા ૧.૨ કિલોગ્રામના દિકરાને ૩૪ દિવસની સારવાર મળવાથી તે સ્વસ્થ બન્યો માતા ગૌરીબેન જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે વર્ષ ૨૦૧૩ થી એસ.એન.સી.યુ. કાર્યરત છે. અત્યાર સુધી અનેક દર્દીઓએ સંતોષજનક સારવારથી અનેક દર્દીઓને નવજીવન મળ્યું છે .ગૌરીબેન રાવલના ૩૦ અઠવાડીયાના અધૂરા માસે ૧.૨ કિલોગ્રામ વજનના બાબાને Respiratory distress syndromeની બીમારી સાથે જી.એમ ઇ.આર.એસ. મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. બાળકને શ્વાસ લેવામાં તક્લીફ હોવાથી સિપેપ મશીન પર મૂકી ઑક્સીજન આપવામાં આવ્યો હતો. બાળકને ચેપ હોવાથી એન્ટિબાયોટીકના ઈંન્જેકશન પણ આપ્યા હતા.ધીમે ધીમે બાળકની તબિયતમાં સુધારો થતાં મોઢા વાટે નળીથી દૂધ આપવાનું ચાલુ કરવામાં આવ્યું અને માતાને (કે.એમ.સી.) કાંગારૂ મધર કેરનો ઉપયોગ કરવાનું સમજાવવામાં આવ્યું અને તેની સુવિધા આપવામાં આવી. પછી બાળકની તબિયતમાં વધુ સુધારો આવતા ચમચીથી ધાવણ આપવાનું શરૂ કર્યું અને બાળકનું વજન વધવાનું શરૂ થયું હતું. બાળકને જેમ જરૂર પડે તેમ બધા રિપોર્ટ અને દવાની તમામ સારવાર એક પણ રૂપિયાના ખર્ચ વગર થઈ. ગૌરીબેન અને તેમનો પરિવાર હોસ્પિટલમાં મળેલી સારવાર થી ખુબજ ખુશ અને સંતુસ્ઠ છે. બાળકને ૩૪ દિવસ પછી ૨૩ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ રાજા આપવામાં આવી ત્યારે બાળકનો શારિરીક અને માનસિક વિકાસ સામાન્ય હતો તેમજ અધૂરા મહિને જન્મેલ બાળકોને આંખે જોવાનો અને સાંભળવાની તકલીફ હોય છે પણ આ બાળકના આ રિપોર્ટ પણ નોર્મલ છે. જે ખૂબ સારી બાબત છે. ૩૪ દિવસના અંતે પોતાના બાળકને પોતાના ઘરે લઈ જતાં ગૌરીબેન તેમજ તેમના પતિએ ડોક્ટરો અને સ્ટાફનો ખુબ-ખુબ આભાર માન્યો સાથે જણાવ્યું કે, રાજ્યની સંવેદનશીલ સરકાર દ્રારા આપવામાં આવતી સરકારી હોસ્પિટલોની અધતન સુવિધા થકી અનેકના ગરીબોના કુળદિપકોના જીવ બચી રહ્યા છે. જેના માટે સરકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.

1 min read

દરેક વ્યક્તિના શોખ અલગ-અલગ હોય છે. કોઈને ચલણી નોટો સંગ્રહ કરવી ગમે તો કોઈને વિવિધ સિક્કા. વડોદરાના આ ભાઈને રમકડાં...

1 min read

રાજકીય તજજ્ઞોનું માનવું છે કે ડાંગની વિધાનસભાની પેટા ચૂંટણીના થોડા દિવસ પહેલા આ જાહેરાત સાથે ભાજપે દાવ ખેલ્યો છે અમદાવાદ: ગુજરાતનું...

1 min read

અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રેલવેના 79 વર્ષના નિવૃત્ત કર્મચારી સાથે ATMમાંથી પૈસા કાઢવામાં મદદ કરવાના બહાને 1.7 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ....

1 min read

સ્ત્રી ધન પરત મેળવવા પત્નીએ ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કરતા પતિએ અંગતપળોના ફોટા વાઈરલ કરવાની ધમકી આપી. નારણપુરા પોલીસે ગુનો...

You may have missed

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.