22/10/2020

Bharat News Agency

The News Agency of India

રાજ્ય સરકાર કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને આપી શકે છે માસ પ્રમોશન!

1 min read

રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર, રાજ્ય સરકાર ધોરણ 1 થી 8 માં આપી શકે છે માસ પ્રમોશન

અમદાવાદઃ કોરોનાને કારણે વેપાર ધંધાની સાથે વિદ્યાર્થીઓના અભ્યાસને પણ ખૂબ જ અસર પહોંચી છે. છેલ્લા 7 મહિનાથી શાળા કોલેજો બંધ છે. તેવી સ્થિતિમાં હવે રાજ્યના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં કોરોનાની સ્થિતિ જોતા શાળાઓ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ શક્યતા દેખાઈ રહી નથી. સરકાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની વિચારણા કરી રહી છે.

સ્થાનિક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ દાવો કરવામાં આવી રહ્યો છે કોરોનાના કેસ વધી રહ્યા છે આ સ્થિતિમાં વાલીઓ શાળામાં પોતાના બાળકોને મોકલવા તૈયાર નથી. જેના કારણે સરકાર પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં માસ પ્રમોશન આપવા અંગે વિચારણા કરી રહી છે. એટલે કે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને આગામી ધોરણમાં પ્રમોશન મળી શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે શાળાઓ ખુલી શકી નથી બીજી તરફ ઓનલાઈન અભ્યાસમાં પણ અનેક મુશ્કેલઓ સામે આવી રહી છે. શાળાઓ અને વાલીઓ વચ્ચે ફીનો મુદ્દો પણ અટવાયેલો છે. આ વચ્ચે હવે શક્યતા છે કે સરકાર આ અંગે મહત્વનો નિર્ણય ટુંક સમયમાં જાહેર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.