22/10/2020

Bharat News Agency

The News Agency of India

IPL: સ્મિથની આક્રમક અડધી સદી, રાજસ્થાને બેંગલોર સામે મૂક્યો 178 રનનો લક્ષ્યાંક

1 min read

રાજસ્થાન રોયલ્સે છ વિકેટે 177 રનનો સ્કોર નોંધાવ્યો, કેપ્ટન સ્ટિવ સ્મિથના 57 રન, મોરિસની ચાર વિકેટ

કેપ્ટન સ્ટિવ સ્મિથની આક્રમક અડધી સદી તથા ઓપનર રોબિન ઉથપ્પાએ રમેલા તાબડતોબ ઈનિંગ્સની મદદથી રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ 178 રનનો લક્ષ્યાંક મૂક્યો છે. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 13મી સિઝનમાં આજે દુબઈમાં રમાઈ રહેલી 33મી મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા નિર્ધારીત 20 ઓવરમાં છ વિકેટે 177 રનનો સ્કોર નોંધાવ્યો છે.

ઓપનર રોબિન ઉથપ્પાની તાબડતોબ બેટિંગ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન ટીમને રોબિન ઉથપ્પાએ આક્રમક શરૂઆત અપાવી હતી. બેન સ્ટોક્સ અને રોબિન ઉથપ્પાની જોડી ઓપનિંગમાં આવી હતી. જેમાં ઉથપ્પાએ બેંગલોરના બોલર્સની ધોલાઈ કરી હતી. સ્ટોક્સ 19 બોલમાં બે ચોગ્ગા સાથે 15 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ઉથપ્પાએ 22 બોલમાં 41 રન ફટકાર્યા હતા. જેમાં તેણે સાત ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. રાજસ્થાને સારી શરૂઆત બાદ ટીમે ઉપરા-ઉપરી વિકેટો ગુમાવી હતી. સંજૂ સેમસન છ બોલમાં નવ રન નોંધાવીને આઉટ થયો હતો.

કેપ્ટન સ્ટિવ સ્મિથની આક્રમક અડધી સદી

બાદમાં કેપ્ટન સ્ટિવ સ્મિથે આક્રમક અડધી સદી ફટકારી હતી. જેમાં તેને જોસ બટલર અને રાહુલ તેવાટિયાનો યોગ્ય સહકાર સાંપડ્યો હતો. સ્મિથની આક્રમક અડધી સદીની મદદથી જ રાજસ્થાન મોટો સ્કોર નોંધાવવામાં સફળ રહ્યું હતું. સ્મિથે 36 બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સર સાથે 57 રન ફટકાર્યા હતા. જ્યારે બટલરે 25 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. તેવાટિયા 19 રન નોંધાવીને અણનમ રહ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે ક્રિસ મોરિસે ચાર તથા યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.