22/10/2020

Bharat News Agency

The News Agency of India

સાબરકાંઠાના ઇડરમાં કોવિડ વિજય રથનું લોકસેવા સાથે જનજાગૃતિ અભિયાન માહિતી અને પ્રસારણ મંત્રાલય અને કલાકારો કરી રહ્યા છે ઉમદા કાર્ય

1 min read


            કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી રાજ્યમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે.
     ઉત્તર ગુજરાત ઝોનના કોવિડ વિજય રથનું બનાસકાંઠા,પાટણ, મહેસાણા જિલ્લા બાદ સાબરકાંઠા જિલ્લામા આગમન થઈ ચુક્યુ છે તાલુકા પંચાયત, ઇડર ખાતે થી તાલુકા વિકાસ અધિકારીશ્રી કિરીટ ચૌધરીના વરદ હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા ઉપસ્થિત મહાનુભાવોએ રથ પ્રસ્થાનના પ્રસંગે કોવિડ વિજય રથ દ્વારા જનજન સુધી જાગૃતતા સંદેશ ફેલવવાના ભારત સરકારના આ અભિયાનની પ્રસંશા કરી હતી. ઉપસ્થિત મહાનુભાવો એ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા લોકોની જાગૃતિ માટે આ કોવિડ વિજય રથનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે ખુબજ ઉમદા અને અભિનંદનને પાત્ર છે. લોકોને સાચી જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટેની આ અનોખી પહેલ ખરેખર સરાહનીય છે.
   આ પ્રસંગે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કોવિડ વિજય રથ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે કોવિડ વિજય રથ જે મુખ્ય સંદેશ લોકોમા આપશે તેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્કનો ફરજિયાત ઉપયોગ અને સેનેટાઇજેશન એટલે કે હાથ ને વારંવાર સાફ કરવા સાચા અર્થમા ઉપયોગી સાબિત થશે. કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો અને યુનિસેફ દ્વારા રાજ્યભરમાં પાંચ રથ દ્વારા આ અભિયાન ચાલી રહ્યું છે.  આ અભિયાન દ્વારા કોરોના જાગૃતિનો સંદેશ, સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવામાં આવી રહી છે.
          કોવિડ વિજય રથ દ્વારા મફતમા હોમિયોપેથીક તેમજ આયુર્વેદિક દવાઓના વિતરણ, છેલ્લાં ત્રણ અઠવાડિયાથી બનાસકાંઠા,પાટણ,મહેસાણા જીલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફરી જાગૃતિ સંદેશ ફેલાવી રહ્યો હતો. સામાજિક અંતર જળવાય એનું ધ્યાન રાખીને રથ પર માર્યાદિત સંખ્યામાં માત્ર 4 કલાકારો પોતાની વિવિધ કલા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક , જાદુ વગેરે દ્વારા ખૂબજ સહજ રીતે અને સમજી શકાય તેવી હળવી શૈલીમાં જાગૃતતાના સંદેશ ફેલાવી રહ્યાં છે. રથમાં  કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલએ પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.   
    આ રથ સાબરકાંઠા જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થઇ જનજાગૃતિ અભિયાન આગળ ધપાવશે. ૭ સપ્ટેમ્બર ૨૦૨૦થી શરુ થયેલ કુલ 44 દિવસનું કોવિડ વિજય રથનું આ જન જાગૃતિ અભિયાન આવનાર દિવસોમાં ઉત્તર ગુજરાતના  અન્ય જિલ્લાઓમાં પણ આજ રીતે અવિરત આગળ વધતું રહેશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.