Mon. Aug 10th, 2020

Bharat News Agency

The News Agency of India

કોરોના વાયરસઃ સુરતમાં 212 અને અમદાવાદમાં 153 નવા કેસ નોંધાયા

1 min read

ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધી રહી છે અને તેમાં સુરતમાં સતત કેસ વધી રહ્યા છે. સુરત શહેર અને સુરત જિલ્લા બંનેમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 212 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક સમયે સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત રહેલા અમદાવાદમાં 153 કેસ નોંધાયા છે.

અમદાવાદ તથા અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 153 નવા કેસ નોંધાયા છે અને 133 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદમાં મૃત્યુઆંક પણ છેલ્લા ઘણા દિવસોથી એક આંકડામાં નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોવિડ-19થી પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવ નવા કેસ નોંધાયા છે અને છ દર્દીઓ સાજા થયા છે.

સુરતમાં શહેર અને જિલ્લામાં કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 212 નવા કેસ નોંધાયા છે અને 103 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં પણ કોરોનાના કેસની સંખ્યા 100ની નજીક પહોંચવા આવી છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 95 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં ચાર અને સુરત જિલ્લામાં બે લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.