30/09/2020

Bharat News Agency

The News Agency of India

પહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા

1 min read

65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા

તમિલનાડુના 65 વર્ષિય ડી. સિવનની સ્ટોરી ઈન્ટરનેટ પર છવાઈ રહી છે. તેઓ પોસ્ટમેન હતા અને પાછલા અઠવાડિયે જ નિવૃત્ત થયા છે. સોશિયલ મીડિયા પર લોકો સરકારને ડી. સિવનને પદ્મશ્રીથી સન્માનિત કરવા વિનંતી કરી રહ્યા છે. હકીકતમાં મહિનાના 12,000 રૂપિયા કમાનારા સિવન લોકો સુધી ટપાલ પહોંચાડવા માટે રોજ 15 કિલોમીટર પહાડ અને જંગલના દુર્ગમ રસ્તેથી ચાલીને જતા હતા. આ દરમિયાન તેમનો સામનો ઘણીવાર જંગલી પ્રાણીઓ સાથે થયો. પરંતુ મુશ્કેલ રસ્તો અને ખતરનાક પ્રાણીઓ પણ તેમનો જુસ્સો ઓછો ન કરી શક્યા.

લોકોના દિલને સ્પર્શી ગઈ કહાણી

IAS સુપ્રિયા સાહુએ ડી. સિવનની એક તસવીર ટ્વીટ કરીને લખ્યું, ‘પોસ્ટમેન ડી. સિવન રોજના 15 કિલોમીટર ચાલીને કુનૂરના ગાઢ જંગલોમાં હાથી, રીંછ જેવા પ્રાણીઓનો સામનો કરતા લોકો સુધી તેમના પત્રો પહોંચાડતા હતા. તેઓ લપસણા રસ્તા, ઝરણા અને સુરંગોને પણ પાર કરતા. 30 વર્ષોથી તેઓ આ રીતે કામ કરી રહ્યા હતા. જોકે પાછલા અઠવાડિયે તેઓ રિટાયર થઈ ગયા.’

પદ્મશ્રી મળવો જોઈએ

એક યુઝરે લખ્યું કે, મેં 2018માં તેમનો ઈન્ટરવ્યૂ કર્યો હતો, આ ભારત રત્નના હકદાર છે. ઓછામાં ઓછા તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવા જોઈએ. આ બાદ ઘણા લોકોએ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી અને રાષ્ટ્રપતિને ટેગ કરતા પોસ્ટમેન ડી. સિવનને પદ્મશ્રી આપવાની ભલામણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.