Fri. Jul 10th, 2020

Bharat News Agency

The News Agency of India

સાબરકાંઠા:લોકડાઉનના સમય દરમ્યાન વેતન સબંધિત ચુકવણી અંગે સુપ્રિમ કોર્ટની સુચનાઓ

1 min read

સાબરકાંઠા:લોકડાઉનના સમય દરમ્યાન વેતન સબંધિત ચુકવણી અંગે સુપ્રિમ કોર્ટની સુચનાઓ

     કોવિક-૧૯ની મહામારી સંદર્ભે જાહેર થયેલ લોકડાઉનના સમય દરમ્યાન વેતન ચુકવવા બાબતે નામદાર સુપ્રિમ કોર્ટ સમક્ષ થયેલ વિવિધ રીટ પીટીશનનોમાં તા. ૧૨ જૂન ૨૦૨૦ ના રોજ આપેલ વચગાળાના હુકમ મુજબ ખાનગી સંસ્થાઓ, કારખાનાઓ, ઉધોગો/ માલિકો/ શ્રમયોગીઓ/ કર્મચારીઓ અને તેમના યુનિયન એસોસીએશન નીચે મુજબ કાર્યવાહી કરવા શ્રમ આયુક્તની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું  છે. 
 (૧) ૫૦ દિવસ અથવા લોકડાઉનના કારણે જેટલાં સમય માટે ઉધોગો સંસ્થાઓ કારખાનાઓ બંધ ૨હેલ હોય તેટલા સમયના પગારની ચુકવણી અંગે વાટાઘાટો કરવા ઈચ્છતી સંસ્થાઓ કારખાનાઓ કે તેમના માલિકોએ તેમના શ્રમયોગીઓ/કર્મચારીઓ કે તેમના યુનિયન/એસોસીએશન સાથે વાટાઘાટો કરવી. જો આવી વાટાઘાટો કરવા માટે તેઓ અસમર્થ હોય તો જરૂર જણાયે શ્રમ ખાતાના શ્રમ કાયદા હેઠળના સંબંધિત સત્તાધિકારીને સમાધાન માટે વિનંતી કરી શકે છે.
   (૨) ઉધોગો/ સંસ્થાઓ ધ્વારા આવી વિનંતી થયેથી સંબંધિત સત્તાધિકારીએ તારીખ નકકી કરીને શ્રમયોગીઓ/ કર્મચારીઓ અથવા તેમના યુનિયન/ એસોસીએશન અને માલિક/ સંસ્થા/ કારખાનાના જવાબદાર વ્યકિતઓને વાટાઘાટો/ સમાધાન માટે બોલાવવા શ્રમ ખાતાના અધિકારી સમક્ષ થયેલ સમાધાન તમામ પક્ષકારોને બંધનકર્તા રહેશે. અને તેઓએ સમાધાનની શરતોનું પાલન કરવાનું રહેશે.
 (૩) લોકડાઉન સમય દરમ્યાન જે સંસ્થાઓ, કારખાનાઓ કે ઉધોગોને તેમની પુરે પુરી ક્ષમતા સાથે કામ ન કરેલ હોય તો તેઓ પણ ઉપર મુજબ કાર્યવાહી કરી શકે છે.
 (૪) જે સંસ્થાઓ કે કારખાનાઓ ઉપર મુજબ વાટાઘાટો કે સમાધાનના પગલાં લેવાઈ ઈચ્છતી હોત તેમણે આવી વાટાઘાટો કે સમાધાનની પ્રક્રિયામાં તેમના શ્રમયોગીઓ/ કર્મચારીઓ ભાગ લઈ શકે અને તેમનો પ્રતિસાદ આપી શકે તે માટે આવા પગલાંની તેમને જાણ/ જાહેરાત કરવી.
   (૫) શ્રમયોગીઓ/ કર્મચારીઓ તેમના લોકડાઉનના સમય દરમ્યાનના વણચુકવાયેલ પગારના હક્કને અબાધિત રાખીને જો તેમની સંસ્થા/ કારખાનામાં કામ કરવા ઈચ્છે તો તેઓને કામ કરવાની પરવાનગી સંસ્થા/ કારખાના/ માલિકે આપવી. તેમ સરકારી શ્રમ અધિકારીશ્રી, સાબરકાંઠાની દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.