Fri. Jul 10th, 2020

Bharat News Agency

The News Agency of India

સાબરકાંઠા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ આદિજાતિના તાલુકામાં ૮૨૫ કામો માટે રૂ. ૧૭૨૨.૯૮ લાખની જોગવાઇ કરાઇ

1 min read

સાબરકાંઠા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ
આદિજાતિના તાલુકામાં ૮૨૫ કામો માટે રૂ. ૧૭૨૨.૯૮ લાખની જોગવાઇ કરાઇ

 સાબરકાંઠા  જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક કલેકટર કચેરી, હિંમતનગર ખાતે જિલ્લા પ્રભારી અને રમતગમત અને સાંસ્કૃતિક મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧નું આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વસ્તી ધરાવતા તાલુકા ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તેમજ ઇડર પોકેટ, તેમજ છુટાછવાયા આદિજાતિ વિસ્તારના કામોનું આયોજન કરવામાં આવ્યું હતુ. 

ન્યુ ગુજરાત પેટર્ન વર્ષ ૨૦૨૦-૨૧ની નાણાંકીય જોગવાઇ અને આયોજનની વિગત અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકા માટે ૫૧૫.૭૪ લાખના ૨૫૦ કામોનુ આયોજન કરવામાં આવ્યું હતું જયારે પોશીનામાં ૬૭૩.૨૫ લાખના ૩૧૭ કામો તેમજ વિજયનગરમાં ૪૫૮.૫૬ લાખના ખર્ચે ૨૦૮ કામોનુ આયોજન છે સાથે ઇડરના પોકેટ વિસ્તારના ગામો માટે ૫૧.૧૩ લાખના ખર્ચે ૩૫ કામો મળી કુલ ૧૧૦ કામો માટે રૂ. ૧૬૯૮.૬૮ લાખનું આયોજન કરવામાં આવ્યુ છે. જયારે છુટાછવાયા આદિજાતિ વિસ્તારના ગામોમાં રૂ. ૨૪.૩૦ લાખના ૧૫ કામોનું આયોજન હાથ ધરવામાંઆવ્યું છે.


જિલ્લાપ્રભારીશ્રીએ જણાવ્યું હતુ કે સરકારની યોજનાઓ જિલ્લાના છેવાડાના આદિજાતિ વિસ્તારના ગરીબ માણસને મળવી જોઇએ. તેમણે આદિજાતિ વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ખાસ શાળાના ઓરડાના નિર્માણ અને શિક્ષણની ગુણવત્તા ઉપર ભાર મુકયો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રતનબેન સુતરીયા, રાજયસભાના સાસંદ શ્રીમતી રમીલાબેન બારા, સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ, ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી અશ્વિનભાઇ કોટવાલ, હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઇડરના ધારાસભ્ય શ્રી હિતુ કનોડીયા, પ્રાંતિજના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા કલેકટરશ્રી સી.જે.પટેલ, જિલ્લાર વિકાસ અધિકારી શ્રી રાજેન્દ્ર પટેલ, અધિક કલેકટર શ્રી વી.એલ.પટેલ સહિત તાલુકા પંચાયત, પ્રમુખશ્રીઓ તથા અગ્રણી પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તાલુકાકક્ષાના વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.