Fri. Jul 10th, 2020

Bharat News Agency

The News Agency of India

સુશાંત સિંહ રાજપૂતનું સપનું પૂરું કરવા યુવક 1000 વૃક્ષો વાવશે, લોકોને પણ જોડાવા કહ્યું

1 min read

સુશાંત સિંહ રાજપૂતનું સપનું પૂરું કરશે ફેન

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનની ખબરથી બોલિવૂડ સહિત તેના ફેન્સને પણ મોટો ઝટકો લાગ્યો છે. સુશાંતના મૃત્યુ બાદ તેની ઘણી અજાણી વાતો સામે આવી હતી. જેમાંથી એક તેના 50 સપનાઓ પૂરા કરવાનું લિસ્ટ પણ હતું. આ સપનાઓમાં એક હતું 1000 વૃક્ષો વાવવાનું સપનું. સુશાંત તો આ ઈચ્છા પૂરી ન કરી શક્યો પરંતુ તેના ફેન્સ હવે તેની ઈચ્છાને પૂરી કરવામાં લાગ્યા છે.

સુશાંતની યાદમાં 1000 વૃક્ષો વાવશે

પુણે જિલ્લાના દીધિમાં રહેતા અક્ષય પતંગે નામના એક પર્યાવરણવાદી યુવકે સુશાંત સિંહ રાજપૂતનું સપનું પૂરું કરવાનું બીડું ઝડપ્યું છે. અક્ષય સુશાંતની યાદમાં 1000 વૃક્ષો વાવશે. જે સુશાંત સિંહ રાજપૂતની વિશ લિસ્ટમાંથી એક સપનું હતું. અક્ષયે એક નાનો છોડ રોપવા સાથે આ કામની શરૂઆત કરી હતી.

લોકોને પણ કામમાં જોડાવા અપીલ કરી

સુશાંતના ખૂબ મોટા ફોન એવા અક્ષયે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી હતી. જેમાં તે છોડને જમીનમાં રોપતા જોઈ શકાય છે. આ સાથે જ તેણે અન્ય લોકોને પણ વિનંતી કરીને આ પહેલમાં જોડાવા અને પોતાના વિસ્તારમાં એક છોડ વાવવા માટે કહ્યું હતું. તેણે પોસ્ટના અંતમાં હેશટેગ આપ્યું છે #fulfillingsushantsdreamof1000trees ચાલો તેનું સપનું પૂરું કરીએ.

સુશાંતના મોત મામલે પોલીસ કરી રહી છે તપાસ

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે પોતાના મુંબઈ સ્થિત ઘરમાં 14મી જૂને આપઘાત કરી લીધો હતો. તેના મોત બાદથી બોલિવૂડમાં નેપોટિઝમ અને ગુપવાદની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પોલીસ તેના મોત પર તપાસ કરી રહી છે.આ મામલે પોલીસે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની 9થી વધુ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.