Wed. Jul 8th, 2020

Bharat News Agency

The News Agency of India

એન્જિનિયરિંગ છોડીને ફિલ્મી દુનિયામાં આવ્યો હતો સુશાંત, ભણવામાં હતો અવ્વલ

1 min read

સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આપઘાતના સમાચારે ફિલ્મ સૌને ઝટકો આપ્યો છે. સુશાંતનો પરિવાર, મિત્રો અને બોલિવુડ એક્ટર્સ આઘાતમાં છે. સુશાંતે આપઘાત કર્યો હોવાની જાણકારી નોકરે આપી હતી. સુશાંતના આપઘાતનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી ત્યારે મુંબઈ પોલીસે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપીને જણાવ્યું છે કે, તેઓ તપાસ કરી રહ્યા છે. મુંબઈ પોલીસના પ્રવક્તા ડીસીપી પ્રણય અશોકે જણાવ્યું કે, સુશાંતના ઘરેથી પોલીસને કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી.

ભણવામાં અવ્વલ હતો સુશાંત

સુશાંતનો મૃતદેહ લેવા આવેલી એમ્બ્યુલન્સ
સુશાંત સિંહ રાજપૂત બોલિવુડમાં નામ કમાવવામાં સફળ રહ્યો હતો. ટેલેન્ટેડ એક્ટર હોવાની સાથે સુશાંત ભણવામાં પણ હોંશિયાર હતો. પટનામાં ઉછરેલા સુશાંતે શહેરની જ સેંટ કેરન હાઈસ્કૂલ અને નવી દિલ્હીની હંસરાજ મોડલ સ્કૂલથી શાળાકીય અભ્યાસ કર્યો હતો. ધોરણ 12 સુશાંતે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેણે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગ (DCE)માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું. સુશાંતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેણે DCEની પ્રવેશ પરીક્ષામાં 7મો ક્રમ મેળવ્યો હતો. જો કે, એન્જિનિયરિંગ અધૂરું છોડીને સુશાંત ગ્લેમરની દુનિયામાં આવી ગયો હતો.

એકતા કપૂરની સીરિયલથી શરૂ કર્યું હતું કરિયર

સુશાંતે ત્રણ વર્ષ સુધી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી પોતાના સપના પૂરાં કરવા મુંબઈ આવી ગયો હતો. 2008માં બાલાજી ટેલિફિલ્મ્સની ટીમે સીરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ માટે તેને પસંદ કર્યો હતો. અહીંથી જ એક્ટિંગની દુનિયામાં સુશાંતની સફર શરૂ થઈ હતી. જે બાદ સુશાંત સીરિયલ ‘પવિત્ર રિશ્તા’માં જોવા મળ્યો હતો. આ સીરિયલે તેને ઓળખ અપાવી હતી. તેનું પાત્ર આજે પણ લોકોના મનમાં અંકિત થયેલું છે.

દીકરાના નિધનથી ભાંગી પડ્યા છે પિતા

સુશાંતે ભરેલા અંતિમ પગલાને કારણે તેનો પરિવાર, ફેન્સ અને સેલેબ્સ ઊંડા આઘાતમાં છે. પટનામાં તેના પિતાને પણ આ વિશે જાણકારી આપી દેવાઈ છે. દીકરાના મોતના સમાચાર સાંભળીને તેઓ આઘાતમાં છે.

તેઓ બોલી શકવાની સ્થિતિમાં નથી. જણાવી દઈએ કે, સુશાંતની મમ્મી આ દુનિયામાં નથી. એક્ટર 16 વર્ષનો હતો ત્યારે જ તેણે માતાની છત્રછાયા ગુમાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.