Wed. Jul 8th, 2020

Bharat News Agency

The News Agency of India

આ બાબતે આલિયાની પ્રેરણા બની અનુષ્કા શર્મા, કહ્યું- ‘તું હંમેશા મારા પર ભરોસો કરી શકે છે’

1 min read

આલિયા ભટ્ટે શેર કરી ખાસ તસવીર

બોલિવુડની સૌથી ટેલેન્ટેડ અને ક્યૂટ એક્ટ્રેસ પૈકીની એક છે આલિયા ભટ્ટ. તેણે રવિવારની શરૂઆત ખૂબ જ હકારાત્મકતાથી કરી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક સન-કિસ્ડ તસવીર શેર કરી છે. આલિયાની આ તસવીર જોઈને તમારી પણ સવાર સુધરી જશે!

અનુષ્કા શર્મા બની આલિયાની પ્રેરણા

તસવીરમાં આલિયાના ચહેરા પર પડતાં સૂર્યના કિરણો તેની નેચરલ ગ્લોમાં વધારો કરતા હતા. આલિયાનું મુક્ત સ્મિત લોકોના ચહેરા પર સ્માઈલ લાવી રહ્યું છે. આ તસવીર શેર કરતાં આલિયાએ જણાવ્યું કે, તેની પ્રેરણા અનુષ્કા શર્મા બની છે.

અનુષ્કાએ કહ્યું- ‘તું મારા પર ભરોસો રાખી શકે છે’

અનુષ્કા શર્માએ કરી કોમેન્ટ
આલિયાએ લખ્યું, “હેપી સનલાઈટ સન ડે. મારી વહાલી અનુષ્કા, મારા ઘરમાં સૌથી સારો સૂર્યપ્રકાશ ક્યાં આવે છે તે શોધવાની પ્રેરણા આપવા બદલ આભાર. ઉજાસ હંમેશા તારી સાથે રહે (મારી સાથે પણ).” અનુષ્કાએ આલિયાની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું, ‘આડીઅવળી પ્રેરણાઓ માટે તું હંમેશા મારા પર ભરોસો રાખી શકે છે.’

અનુષ્કાએ શોધ્યા હતા સૂર્યપ્રકાશવાળા ઘરના ખૂણા

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પોસ્ટ કરી હતી. સાથે જ તેણે લખ્યું હતું કે, લોકડાઉનમાં ઘરમાં રહ્યા પછી તેણે શોધી કાઢ્યું છે કે, તેના ઘરમાં સૌથી સારો સૂર્યપ્રકાશ કઈ-કઈ જગ્યાઓએ આવે છે.

આ ફિલ્મોમાં જોવા મળશે આલિયા


વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર સાથે જોવા મળશે. આ સિવાય આલિયા કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘તખ્ત’ અને સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં અભિનય કરતી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.